ગાંધીજી પણ પોતાના 'બાપુજી'ને એકદમ પૂજ્ય ગણતા, તેમની સેવામાં તેમને પાછી પાની કરી નહતી. તેમની આત્મકથામાં થોડુંક આ વિષે લખેલ છે.
પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ...?
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,
|
સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,
દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે.
|
લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.
|
સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે.
|
પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.
કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ
તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે. આવા પિતાઓ
સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
માતા પાસે આંસુનો દરિયો હોય છે,
|
પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.
|
માતા રડીને છૂટી થઇ જાય છે
|
પણ સાંત્વનઆપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે.
|
અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે
|
કારણકે દીવાકરતા દીવી વધારે ગરમ હોય છેને !
|
પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે.
|
પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા
|
પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?
|
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે.
દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ,
|
પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે
લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.
|
રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે.
|
તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે
" આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે".
|
તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે.
|
દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તોજુનો લેંઘોજ વાપરશે.
|
સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે
|
પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તોન્હાવાના સાબુથી દાઢી કરી લેશે.
|
ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.
પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી.
|
તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડરલાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ.....
|
|
No comments:
Post a Comment